યહોશુઆ ૯:૩
યહોશુઆએ યરીખો અને આયના જે હાલહવાલ કર્યા હતા તે જયારે ગિબ્યોનના રહેવાસીઓએ સાંભળ્યું,યહોશુઆ ૯:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 9:3
- But when the inhabitants of Gibeon heard what Joshua had done to Jericho and to Ai,
- हिन्दी — यहोशू ९:३
- जब गिबोन के निवासियों ने सुना कि यहोशू ने यरीहो और आई से क्या-क्या किया है,
સંદર્ભમાં
૧પછી જે રાજાઓ યર્દન નદીની પેલી પાર પશ્ચિમમાં હતા તેઓ પર્વતોમાં અને નીચાણવાળા પ્રદેશોમાં અને લબાનોન તરફ સમુદ્રતટે રહેનાર હિત્તીઓ, અમોરીઓ, કનાની, પરિઝી, હિવ્વીઓ તથા યબૂસીઓના બધા જ રાજાઓ
૨એક મતે યહોશુઆ અને ઇઝરાયલ વિરુદ્ધ લડાઈ કરવા એકત્ર થયા.
૩યહોશુઆએ યરીખો અને આયના જે હાલહવાલ કર્યા હતા તે જયારે ગિબ્યોનના રહેવાસીઓએ સાંભળ્યું,
૪ત્યારે તેઓએ ષડ્યંત્ર રચ્યું અને એલચીઓ જેવા તૈયાર થઈને પોતાનાં ગધેડાં પર જૂની ગૂણપાટો, દ્રાક્ષારસની જૂની, ફાટેલી અને થીંગડાં મારેલી મશકો લાદી.
૫તેઓએ જૂનાં અને થીંગડાં મારેલા પગરખાં પોતાનાં પગમાં પહેર્યા અને જીર્ણ થયેલાં વસ્ત્રો પહેર્યા. તેઓને ભોજનમાં પૂરું પાડવામાં આવેલી રોટલી સૂકી અને ફુગાઈ ગયેલી હતી.
