ન્યાયાધીશો ૧૧:૫
જયારે આમ્મોની લોકો ઇઝરાયલની સાથે યુદ્ધ કરતા હતા, ત્યારે ગિલ્યાદના વડીલો યિફતાને ટોબ દેશમાંથી તેડી લાવવા સારુ ગયા.ન્યાયાધીશો ૧૧:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Judges 11:5
- When the children of Ammon made war against Israel, the elders of Gilead went to get Jephthah out of the land of Tob.
- हिन्दी — न्यायियों ११:५
- जब अम्मोनी इस्राएल से लड़ते थे, तब गिलाद के वृद्ध लोग यिप्तह को तोब देश से ले आने को गए;
સંદર્ભમાં
૩તેથી યિફતા પોતાના ભાઈઓ પાસેથી નાસી જઈને ટોબ દેશમાં રહ્યો. ત્યાં કેટલાક રખડું લોકો યિફતાની સાથે જોડાયાં, તેઓ તેની સાથે બહાર જતા.
૪કેટલાક દિવસો પછી, આમ્મોનીઓના લોકોએ ઇઝરાયલની વિરુદ્ધ યુદ્ધ કર્યું.
૫જયારે આમ્મોની લોકો ઇઝરાયલની સાથે યુદ્ધ કરતા હતા, ત્યારે ગિલ્યાદના વડીલો યિફતાને ટોબ દેશમાંથી તેડી લાવવા સારુ ગયા.
૬તેઓએ યિફતાને કહ્યું કે, “તું આવીને અમારો આગેવાન થા જેથી અમે આમ્મોનીઓની સામે લડીએ.”
૭યિફતાએ ગિલ્યાદના આગેવાનોને કહ્યું કે, “તમે શું મને ધિક્કાર્યો નહોતો? અને મારા પિતાના ઘરમાંથી મને કાઢી મૂક્યો ન હતો? હવે જયારે તમે સંકટમાં આવી પડ્યા છો ત્યારે મારી પાસે કેમ આવ્યા છો?”
