ન્યાયાધીશો ૧૨:૫
ગિલ્યાદીઓએ યર્દન પાર કરીને એફ્રાઇમીઓને અટકાવ્યા અને જયારે કોઈ નાસી જતો એફ્રાઇમી બચી જતો ત્યારે તે કહેતો, “મને નદી પાર કરી જવા દે,” ત્યારે ગિલ્યાદના માણસો તેઓને કહેતા, “શું તું એફ્રાઇમી છે?” જો તે એવો જવાબ આપે કે, “ના,”ન્યાયાધીશો ૧૨:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Judges 12:5
- The Gileadites took the fords of the Jordan against the Ephraimites. Whenever a fugitive of Ephraim said, “Let me go over,” the men of Gilead said to him, “Are you an Ephraimite?” If he said, “No;”
- हिन्दी — न्यायियों १२:५
- और गिलादियों ने यरदन का घाट उनसे पहले अपने वश में कर लिया। और जब कोई एप्रैमी भगोड़ा कहता, “मुझे पार जाने दो,” तब गिलाद के पुरुष उससे पूछते थे, “क्या तू एप्रैमी है?” और यदि वह कहता, “नहीं,”
સંદર્ભમાં
૩જયારે મેં જોયું કે તમે મને બચાવ્યો નહિ, ત્યારે હું મારો જીવ જોખમમાં નાખીને આમ્મોનીઓની સામે ગયો અને ઈશ્વરે મને વિજય અપાવ્યો. હવે તમે શા માટે આજે મારી વિરુદ્ધ લડવાને આવ્યા છો?”
૪યિફતાએ ગિલ્યાદના સર્વ માણસોને એકત્ર કર્યા અને એફ્રાઇમીઓ વિરુદ્ધ લડાઈ કરી. ગિલ્યાદના માણસોએ એફ્રાઇમના માણસો પર હુમલો કર્યો કેમ કે તેઓએ કહ્યું, “તમે એફ્રાઇમ તથા મનાશ્શા મધ્યે રહેનારા ગિલ્યાદીઓ - એફ્રાઇમથી નાસી આવેલા છો.”
૫ગિલ્યાદીઓએ યર્દન પાર કરીને એફ્રાઇમીઓને અટકાવ્યા અને જયારે કોઈ નાસી જતો એફ્રાઇમી બચી જતો ત્યારે તે કહેતો, “મને નદી પાર કરી જવા દે,” ત્યારે ગિલ્યાદના માણસો તેઓને કહેતા, “શું તું એફ્રાઇમી છે?” જો તે એવો જવાબ આપે કે, “ના,”
૬તો તેઓ તેને એવું કહેત કે, “શિબ્બોલેથ’ બોલ.” અને જો તે “શિબ્બોલેથ,” બોલે તો તે ઓળખાઈ જાય કેમ કે તે આ શબ્દોનો યોગ્ય ઉચ્ચાર કરી શકતો ન હતો. તેથી ગિલ્યાદીઓ તેને પકડી અને તેને યર્દનનાં કિનારે મારી નાખત. તે સમયે બેતાળીસ હજાર એફ્રાઇમીઓને મારી નાખવામાં આવ્યા.
૭યિફતાએ છ વર્ષ સુધી ઇઝરાયલીઓનો ન્યાય કર્યો. પછી ગિલ્યાદી યિફતા મરણ પામ્યો અને તેને ગિલ્યાદના એક નગરમાં દફનાવવામાં આવ્યો.
