ન્યાયાધીશો ૧૫:૧૩
તેઓએ તેને કહ્યું, “ના, અમે માત્ર તને દોરડાથી બાંધીને તેઓના હાથમાં સોંપીશું. અમે વચન આપીએ છીએ કે અમે તને મારી નહિ જ નાખીએ.” ત્યારે તેઓએ તેને નવાં બે દોરડાથી બાંધીને તે ખડક પરથી લઈ ગયા.ન્યાયાધીશો ૧૫:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Judges 15:13
- They spoke to him, saying, “No, but we will bind you securely and deliver you into their hands; but surely we will not kill you.” They bound him with two new ropes, and brought him up from the rock.
- हिन्दी — न्यायियों १५:१३
- उन्होंने कहा, “ऐसा न होगा; हम तुझे बाँधकर उनके हाथ में कर देंगे; परन्तु तुझे किसी रीति मार न डालेंगे।” तब वे उसको दो नई रस्सियों से बाँधकर उस चट्टान में से ले गए।
સંદર્ભમાં
૧૧ત્યારે યહૂદિયાના ત્રણ હજાર માણસોએ એટામ ખડકની ગુફામાં જઈને સામસૂનને કહ્યું, “શું તું જાણતો નથી કે પલિસ્તીઓ આપણા પર રાજ કરે છે? આ તેં શું કર્યું?” સામસૂને તેઓને કહ્યું, “તેઓએ જેવું મને કર્યું છે, તેવું મેં તેઓને કર્યું છે.”
૧૨તેઓએ સામસૂનને કહ્યું, “અમે તને બાંધીને લઈ જઈ પલિસ્તીઓના હાથમાં સોંપવાને આવ્યા છીએ.” સામસૂને તેઓને કહ્યું, મારી આગળ તમે સમ ખાઓ, “તમે પોતે મને મારી નહિ નાખો.”
૧૩તેઓએ તેને કહ્યું, “ના, અમે માત્ર તને દોરડાથી બાંધીને તેઓના હાથમાં સોંપીશું. અમે વચન આપીએ છીએ કે અમે તને મારી નહિ જ નાખીએ.” ત્યારે તેઓએ તેને નવાં બે દોરડાથી બાંધીને તે ખડક પરથી લઈ ગયા.
૧૪જયારે તે લેહીમાં પહોંચ્યો, ત્યારે પલિસ્તીઓએ તેને જોઈને જયઘોષ કર્યો. અને ઈશ્વરનો આત્મા તેના પર પરાક્રમ સહિત આવ્યો અને તેને હાથે જે દોરડાં બાંધેલા હતાં તે અગ્નિથી બળેલા શણના જેવા થઈને હાથ પરથી સરી પડ્યા.
૧૫સામસૂનને ગધેડાનું તાજું જડબું મળ્યું એ જડબાના પ્રહારથી તેણે એક હજાર માણસોને મારી નાખ્યા.
