ન્યાયાધીશો ૧૯:૨૨
તેઓ આનંદમાં હતા, એટલામાં જુઓ, નગરના બલિયાલના દીકરાઓએ આવીને ઘરનો દરવાજો ખટખટાવ્યો. તેઓએ તે વૃદ્ધ માણસને કહ્યું, “જે માણસ તારા ઘરમાં આવ્યો તેને બહાર કાઢ કે અમે તેની સાથે શારીરિક સંબંધ બાંધીએ.”ન્યાયાધીશો ૧૯:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Judges 19:22
- As they were making their hearts merry, behold, the men of the city, certain wicked fellows, surrounded the house, beating at the door; and they spoke to the master of the house, the old man, saying, “Bring out the man who came into your house, that we can have sex with him!”
- हिन्दी — न्यायियों १९:२२
- वे आनन्द कर रहे थे, कि नगर के लुच्चों ने घर को घेर लिया, और द्वार को खटखटा-खटखटाकर घर के उस बूढ़े स्वामी से कहने लगे, “जो पुरुष तेरे घर में आया, उसे बाहर ले आ, कि हम उससे भोग करें।”
સંદર્ભમાં
૨૦વૃદ્ધ માણસે તેઓની ખબરઅંતર પૂછી અને કહ્યું, “તમને શાંતિ થાઓ! હું તમારી બધી જ જરૂરિયાત પૂરી પાડીશ. તમારી સંભાળ રાખીશ. તમે રસ્તામાં રોકાઈ જશો નહિ.”
૨૧તે માણસ લેવીને પોતાને ઘરે લાવ્યો. તેના ગધેડાંને ઘાસ ચારો આપ્યો. તેઓએ પોતાના હાથપગ ધોયા અને ખાધુંપીધું.
૨૨તેઓ આનંદમાં હતા, એટલામાં જુઓ, નગરના બલિયાલના દીકરાઓએ આવીને ઘરનો દરવાજો ખટખટાવ્યો. તેઓએ તે વૃદ્ધ માણસને કહ્યું, “જે માણસ તારા ઘરમાં આવ્યો તેને બહાર કાઢ કે અમે તેની સાથે શારીરિક સંબંધ બાંધીએ.”
૨૩તે ઘરના માલિકે તેઓને બહાર લઈ જઈને તેઓને કહ્યું, “ના, મારા ભાઈઓ, કૃપા કરી આવું ખોટું કામ ના કરો” જ્યાં સુધી આ માણસો મારા ઘરમાં મહેમાન તરીકે છે, ત્યાં સુધી આવો દુરાચાર ના કરો.”
૨૪જુઓ, મારી કુંવારી દીકરી કે જે તે માણસની ઉપપત્ની છે તે અહીં છે. તેને હું હમણાં બહાર લાવું. તેની આબરુ લો તથા તમને જેમ સારુ લાગે તેમ તેની સાથે કરો. પણ એ માણસ સાથે એવું અધમ કૃત્ય ના કરો!”
