ન્યાયાધીશો ૩:૧૨
ઇઝરાયલના લોકોએ ફરી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, ઈશ્વરે તે જોયું. તેથી ઈશ્વરે મોઆબના રાજા એગ્લોનને ઇઝરાયલની સામે બળવાન કર્યો, કારણ કે ઇઝરાયલીઓએ દુરાચાર કર્યો હતો.ન્યાયાધીશો ૩:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Judges 3:12
- The children of Israel again did that which was evil in the LORD’s sight, and the LORD strengthened Eglon the king of Moab against Israel, because they had done that which was evil in the LORD’s sight.
- हिन्दी — न्यायियों ३:१२
- तब इस्राएलियों ने फिर यहोवा की दृष्टि में बुरा किया; और यहोवा ने मोआब के राजा एग्लोन को इस्राएल पर प्रबल किया, क्योंकि उन्होंने यहोवा की दृष्टि में बुरा किया था।
સંદર્ભમાં
૧૦ઈશ્વરના આત્માએ તેને સામર્થ્ય આપ્યું અને તેણે ઇઝરાયલનો ન્યાય કર્યો અને તે લડાઈ કરવા ગયો. ઈશ્વરે તેને અરામના રાજા કૂશાન રિશાથાઈમ પર વિજય અપાવ્યો. ઓથ્નીએલના સામર્થ્યથી કૂશાન-રિશાથાઈમનો પરાજય થયો.
૧૧ચાળીસ વર્ષ સુધી આ દેશમાં શાંતિ રહી. પછી કનાઝનો દીકરો, ઓથ્નીએલ મરણ પામ્યો.
૧૨ઇઝરાયલના લોકોએ ફરી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, ઈશ્વરે તે જોયું. તેથી ઈશ્વરે મોઆબના રાજા એગ્લોનને ઇઝરાયલની સામે બળવાન કર્યો, કારણ કે ઇઝરાયલીઓએ દુરાચાર કર્યો હતો.
૧૩એગ્લોને આમ્મોનીઓ તથા અમાલેકીઓને પોતાની સાથે લઈને ઇઝરાયલીઓને હરાવ્યા અને ખજૂરીઓના નગરને કબજે કરી લીધું.
૧૪ઇઝરાયલના લોકોએ અઢાર વર્ષ સુધી મોઆબના રાજા એગ્લોનની તાબેદારી કરી.
