ન્યાયાધીશો ૩:૨૧
ત્યારે એહૂદે પોતાના ડાબા હાથે, પોતાની જમણી જાંઘ નીચેથી તલવાર કાઢીને રાજાના શરીરમાં ઘુસાડી દીધી.ન્યાયાધીશો ૩:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Judges 3:21
- Ehud put out his left hand, and took the sword from his right thigh, and thrust it into his body.
- हिन्दी — न्यायियों ३:२१
- इतने में एहूद ने अपना बायाँ हाथ बढ़ाकर अपनी दाहिनी जाँघ पर से तलवार खींचकर उसकी तोंद में घुसेड़ दी;
સંદર્ભમાં
૧૯તે પોતે જયારે ગિલ્ગાલની નજીક ખીણોની જગ્યાએથી પાછો વળ્યો ત્યારે તેણે કહ્યું, “મારા રાજા, તારા માટે એક અંગત સંદેશ છે.” એગ્લોને કહ્યું, “ચૂપ રહે!” તેના સર્વ નોકરો ઓરડામાંથી બહાર ગયા.
૨૦એહૂદ તેની પાસે આવ્યો. રાજા પોતાની રીતે, ઉપરની ઠંડી ઓરડીમાં એકલો બેઠો હતો. એહૂદે તેને કહ્યું, “હું ઈશ્વર તરફથી તારા માટે સંદેશ લાવ્યો છું,” રાજા પોતાના આસન પરથી ઊભો થઈ ગયો.
૨૧ત્યારે એહૂદે પોતાના ડાબા હાથે, પોતાની જમણી જાંઘ નીચેથી તલવાર કાઢીને રાજાના શરીરમાં ઘુસાડી દીધી.
૨૨તલવારની સાથે હાથો પણ અંદર પેસી ગયો, તેના પાછળના ભાગમાંથી અણી બહાર આવી અને તે અણી ઉપર ચરબી ભરાઈ ગઈ, કેમ કે એહૂદે તે તલવાર તેના પેટમાંથી પાછી બહાર ખેંચી કાઢી નહોતી.
૨૩ત્યાર પછી એહૂદ ઓરડીમાં ગયો અને તેના બારણાં તેણે પાછાં બંધ કર્યો અને તેમને તાળું માર્યું.
