ન્યાયાધીશો ૩:૩૦
તે દિવસે મોઆબ ઇઝરાયલની તાકાતથી પરાજિત થયું. અને એંસી વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.ન્યાયાધીશો ૩:૩૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Judges 3:30
- So Moab was subdued that day under the hand of Israel. Then the land had rest eighty years.
- हिन्दी — न्यायियों ३:३०
- इस प्रकार उस समय मोआब इस्राएल के हाथ के तले दब गया। तब अस्सी वर्ष तक देश में शान्ति बनी रही। (न्या. 3:11)
સંદર્ભમાં
૨૮તેણે તેઓને કહ્યું, “મારી પાછળ આવો, કેમ કે ઈશ્વરે તમારા દુશ્મન મોઆબીઓને તમારા હાથમાં સોંપ્યાં છે.” તેઓ તેની પાછળ ગયા અને તેઓએ મોઆબ દેશ તરફના યર્દનના કિનારા પાસેના પ્રદેશો કબજે કર્યા, તેઓએ કોઈને પણ નદી પાર કરવા દીધી નહિ.
૨૯તે જ સમયે તેઓએ મોઆબના આશરે દસ હજાર પુરુષોને મારી નાખ્યા, તેઓ સર્વ મજબૂત અને શૂરવીર પુરુષો હતા. તેઓમાંનો એકપણ બચ્યો નહિ.
૩૦તે દિવસે મોઆબ ઇઝરાયલની તાકાતથી પરાજિત થયું. અને એંસી વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.
૩૧એહૂદ પછી અનાથનો દીકરો, શામ્ગાર બીજો ન્યાયાધીશ થયો, તેણે બળદ હાંકવાની લાકડીથી છસો પલિસ્તીઓને મારી નાખ્યા. તેણે પણ ઇઝરાયલીઓને સંકટમાંથી છોડાવ્યાં.
