ન્યાયાધીશો ૫:૨૫
તે માણસે પાણી માગ્યું, ત્યારે યાએલે તેને દૂધ આપ્યું; બહુ મૂલ્યવાન થાળીમાં તેને માટે તે માખણ લાવી.ન્યાયાધીશો ૫:૨૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Judges 5:25
- He asked for water. She gave him milk. She brought him butter in a lordly dish.
- हिन्दी — न्यायियों ५:२५
- सीसरा ने पानी माँगा, उसने दूध दिया, रईसों के योग्य बर्तन में वह मक्खन ले आई।
સંદર્ભમાં
૨૩ઈશ્વરના દૂતે કહ્યું, ‘મેરોઝને શાપ દો!’ ‘તેના રહેવાસીઓને સખત શાપ દો; કેમ કે તેઓ ઈશ્વરની મદદે, એટલે બળવાનની વિરુદ્ધ ઈશ્વરની મદદે આવ્યા નહિ.’
૨૪હેબેર કેનીની પત્ની યાએલ અન્ય સ્ત્રીઓ કરતાં વધારે આશીર્વાદિત છે; તે તંબુમાંની સ્ત્રીઓ કરતાં તે વિશેષ આશીર્વાદિત છે.
૨૫તે માણસે પાણી માગ્યું, ત્યારે યાએલે તેને દૂધ આપ્યું; બહુ મૂલ્યવાન થાળીમાં તેને માટે તે માખણ લાવી.
૨૬તેણે પોતાના હાથમાં મેખ લીધી અને પોતાના જમણાં હાથમાં મજૂરની હથોડી લીધી; અને તે હથોડીથી તેણીએ સીસરાને માર્યો; તેણે તેનું માથું કચડી નાખ્યું, તેણે તેનું માથું વીંધ્યું અને તેની આરપાર ખીલો ઘુસાડી દીધો.
૨૭તેના ચરણ આગળ તે નમ્યો, તે પડ્યો, તે ત્યાં સૂતો; તેના ચરણ આગળ તે નમ્યો, તે જ્યાં નમ્યો, ત્યાં તે મારી નંખાયો.
