ન્યાયાધીશો ૯:૨૨
અબીમેલેખે ઇઝરાયલ પર ત્રણ વર્ષ રાજ કર્યું.ન્યાયાધીશો ૯:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Judges 9:22
- Abimelech was prince over Israel three years.
- हिन्दी — न्यायियों ९:२२
- अबीमेलेक इस्राएल के ऊपर तीन वर्ष हाकिम रहा।
સંદર્ભમાં
૨૦પણ જો તેમ નહિ, તો અબીમેલેખમાંથી અગ્નિ નીકળો અને શખેમના માણસોને તથા મિલ્લોના ઘરનાઓને બાળી નાખો. અને શખેમના માણસોમાંથી તથા બેથ-મિલ્લોમાંથી અગ્નિ નીકળો અને અબીમેલેખને બાળી નાખો.”
૨૧યોથામ ભાગીને દૂર ચાલ્યો ગયો અને બેરમાં જઈને તે ત્યાં રહ્યો. કેમ કે તે તેના ભાઈ, અબીમેલેખથી ઘણું દૂર હતું.
૨૨અબીમેલેખે ઇઝરાયલ પર ત્રણ વર્ષ રાજ કર્યું.
૨૩ઈશ્વરે અબીમેલેખ તથા શખેમના આગેવાનો વચ્ચે દુષ્ટ આત્મા મોકલ્યો. શખેમના આગેવાનોએ અબીમેલેખનો વિશ્વાસઘાત કર્યો.
૨૪ઈશ્વરે આ કર્યું જેથી યરુબાલના સિત્તેર દીકરા પર જે જુલમ ગુજારાયો હતો તેનો બદલો લેવાય અને તેઓના ખૂનનો દોષ તેઓના ભાઈ અબીમેલેખ પર મૂકાય; આમાં શખેમના માણસો પણ જવાબદાર હતા કેમ કે તેઓએ તેને તેના ભાઈઓનું ખૂન કરવામાં મદદ કરી હતી.
