યર્મિયાનો વિલાપ ૪:૧૦
દયાળુ સ્ત્રીઓએ પોતાને હાથે પોતાના બાળકોને બાફ્યાં છે, મારા લોકોની દીકરીના નાશને સમયે એ જ તેઓનો ખોરાક હતો.યર્મિયાનો વિલાપ ૪:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Lamentations 4:10
- The hands of the pitiful women have boiled their own children. They were their food in the destruction of the daughter of my people.
- हिन्दी — विलापगीत ४:१०
- दयालु स्त्रियों ने अपने ही हाथों से अपने बच्चों को पकाया है; मेरे लोगों के विनाश के समय वे ही उनका आहार बन गए।
સંદર્ભમાં
૮પણ હાલ તેઓનું મુખ કોલસા કરતાં કાળું થયું છે અને તેઓ ફળિયાંઓમાં ઓળખાતા નથી, તેઓની ચામડી તેઓનાં હાડકાંને વળગી રહેલી છે. તે સુકાઈને લાકડા જેવી થઈ ગઈ છે!
૯જેઓ તલવારથી માર્યા ગયા તેઓ ભૂખે મરનાર કરતાં સુખી છે, કેમ કે ભૂખ્યા માણસો ખેતરમાં પાક ન થવાથી બળહીન થઈને ઝૂરે છે.
૧૦દયાળુ સ્ત્રીઓએ પોતાને હાથે પોતાના બાળકોને બાફ્યાં છે, મારા લોકોની દીકરીના નાશને સમયે એ જ તેઓનો ખોરાક હતો.
૧૧યહોવાહે પોતાનો ક્રોધ પૂરો કર્યો છે. તેમણે પોતાનો ભારે કોપ વરસાવ્યો છે; તેમણે સિયોનમાં તેના પાયાઓને ખાઈ જાય એવો અગ્નિ સળગાવ્યો છે.
૧૨શત્રુ કે વૈરી યરુશાલેમના પ્રવેશદ્વારમાં પેસશે, એવું પૃથ્વીના રાજાઓ તથા પૃથ્વીના રહેવાસીઓ માનતા નહોતા.
