લેવી ૧૨:૩
આઠમાં દિવસે તે પુત્રની સુન્નત કરવી.લેવી ૧૨:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Leviticus 12:3
- In the eighth day the flesh of his foreskin shall be circumcised.
- हिन्दी — लैव्यव्यवस्था १२:३
- और आठवें दिन लड़के का खतना किया जाए। (लूका 1:59, लूका 2:21, यूह. 7:22, प्रेरि. 15:1)
સંદર્ભમાં
૧યહોવાહે મૂસાને કહ્યું,
૨“ઇઝરાયલી લોકોને કહે, ‘જો કોઈ સ્ત્રી પુત્રને જન્મ આપે, તો તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય, જેમ તે દર માસમાં માસિક સમયે અશુદ્ધ ગણાય છે તેમ.
૩આઠમાં દિવસે તે પુત્રની સુન્નત કરવી.
૪પછી તે માતાનું શુદ્ધિકરણ થતાં સુધી તેત્રીસ દિવસ સુધી તે અશુદ્ધ ગણાય. તેના શુદ્ધિકરણ થવાના દિવસો પૂરા ન થાય ત્યાં સુધી તે કોઈ પવિત્ર વસ્તુનો સ્પર્શ ન કરે, તેમ જ તંબુમાં પણ ન આવે.
૫પણ જો તે પુત્રીને જન્મ આપે, તો તે જેમ માસિક દરમિયાન અશુદ્ધ ગણાય છે તેમ તે બે અઠવાડિયાં સુધી અશુદ્ધ ગણાય. તેનું શુદ્ધિકરણ થતાં સુધી છાસઠ દિવસ તે અશુદ્ધ ગણાય.
