લેવી ૧૩:૩૧
જો યાજક ઉંદરીની બીમારીને તપાસે અને જો તે જુએ કે તે ચામડી કરતાં ઊંડું ન હોય તથા ત્યાંના વાળ હજી પણ કાળાં હોય, તો યાજકે તે વ્યક્તિને સાત દિવસ જુદો રાખવો.લેવી ૧૩:૩૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Leviticus 13:31
- If the priest examines the plague of itching, and behold, its appearance isn’t deeper than the skin, and there is no black hair in it, then the priest shall isolate the person infected with itching seven days.
- हिन्दी — लैव्यव्यवस्था १३:३१
- और यदि याजक सेंहुएँ की व्याधि को देखे, कि वह चर्म से गहरी नहीं है और उसमें काले-काले बाल नहीं हैं, तो वह सेंहुएँ के रोगी को सात दिन तक बन्द करके रखे,
સંદર્ભમાં
૨૯જો કોઈ પુરુષ કે સ્ત્રીના માથા પર કે દાઢી પર એ રોગ હોય,
૩૦તો યાજકે તેની તપાસ કરવી અને જો તે ચામડી કરતાં ઊંડું ખબર પડે અને વાળ પીળા તથા આછા થઈ ગયા હોય, તો યાજકે તે વ્યક્તિને અશુદ્ધ જાહેર કરવો. તે ઉંદરી પ્રકારનો માથાનો કે દાઢીનો કુષ્ટરોગ છે.
૩૧જો યાજક ઉંદરીની બીમારીને તપાસે અને જો તે જુએ કે તે ચામડી કરતાં ઊંડું ન હોય તથા ત્યાંના વાળ હજી પણ કાળાં હોય, તો યાજકે તે વ્યક્તિને સાત દિવસ જુદો રાખવો.
૩૨યાજકે સાતમાં દિવસે ફરીથી તેની તપાસ કરવી, જો ચાઠું ફેલાયું ન હોય અને વાળ પણ પીળા થયા ન હોય, તેમ જ તે ચામડી કરતાં ઊંડી માલૂમ ના પડે,
૩૩તો તે માણસે ઉંદરીવાળાં ભાગ સિવાય ચાઠાની આજુબાજુના વાળ કપાવી નાખવા અને યાજકે તેને બીજા સાત દિવસ માટે જુદો રાખવો.
