લેવી ૧૫:૭
અને સ્રાવવાળા પુરુષના શરીરનો જે કોઈ સ્પર્શ કરે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં તથા તેણે પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.લેવી ૧૫:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Leviticus 15:7
- “‘He who touches the body of him who has the discharge shall wash his clothes, and bathe himself in water, and be unclean until the evening.
- हिन्दी — लैव्यव्यवस्था १५:७
- और जिसके प्रमेह हो उससे जो कोई छू जाए वह अपने वस्त्रों को धोकर जल से स्नान करे और साँझ तक अशुद्ध रहे।
સંદર્ભમાં
૫જે કોઈ વ્યક્તિ તે માણસની પથારીનો સ્પર્શ કરે તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં તથા તેણે પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
૬જે વસ્તુ પર સ્રાવવાળો બેઠો હોય તે પર જે કોઈ બેસે, તે વ્યક્તિએ પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં તથા તેણે સ્નાન કરવું અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
૭અને સ્રાવવાળા પુરુષના શરીરનો જે કોઈ સ્પર્શ કરે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં તથા તેણે પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
૮જો સ્રાવવાળો માણસ કોઈ સ્વચ્છ માણસ પર થૂંકે, તો તે માણસે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં તથા તેણે પાણીથી સ્નાન કરવું અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
૯સ્રાવવાળો માણસ જે જીન પર બેસીને સવારી કરે તે પણ અશુદ્ધ ગણાય.
