લેવી ૧૯:૧૧
ચોરી કરવી નહિ. જુઠ્ઠું બોલવું નહિ. એકબીજાને છેતરવા નહિ.લેવી ૧૯:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Leviticus 19:11
- “‘You shall not steal. “‘You shall not lie. “‘You shall not deceive one another.
- हिन्दी — लैव्यव्यवस्था १९:११
- “तुम चोरी न करना, और एक दूसरे से, न तो कपट करना, और न झूठ बोलना।
સંદર્ભમાં
૯જ્યારે તમે તમારા ખેતરમાંની ફસલની કાપણી કરો ત્યારે સમગ્ર ખેતર પૂરેપૂરું લણવું નહિ અને કાપણીનો પડી રહેલો ભાગ વીણી લેવો નહિ.
૧૦એ જ પ્રમાણે દ્રાક્ષવાડીના દ્રાક્ષોને પૂરેપૂરા વીણવા નહિ, તેમ જ નીચે પડેલી દ્રાક્ષ પણ વીણવી નહિ. ગરીબો તેમ જ મુસાફરોને માટે તે રહેવા દેવી. હું યહોવાહ તમારો ઈશ્વર છું.
૧૧ચોરી કરવી નહિ. જુઠ્ઠું બોલવું નહિ. એકબીજાને છેતરવા નહિ.
૧૨મારે નામે જૂઠ્ઠા સોગન ખાવા નહિ અને તારા ઈશ્વરના નામનો અનાદર કરવો નહિ. હું યહોવાહ છું.
૧૩તારા પડોશી પર જુલમ કરવો નહિ અને તેને લૂંટવો નહિ, મજૂરીએ રાખેલા માણસનું મહેનતાણું આખી રાત એટલે સવાર થતાં સુધી તારી પાસે રાખવું નહિ.
