લેવી ૧૯:૧૬
તમારા લોકો મધ્યે તમારે કોઈએ કૂથલી કે ચાડી કરવી નહિ, પણ તમારા પડોશીના જીવનની સલામતી શોધવી. હું યહોવાહ છું.લેવી ૧૯:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Leviticus 19:16
- “‘You shall not go around as a slanderer among your people. “‘You shall not endanger the life of your neighbor. I am the LORD.
- हिन्दी — लैव्यव्यवस्था १९:१६
- बकवादी बनके अपने लोगों में न फिरा करना, और एक दूसरे का लहू बहाने की युक्तियाँ न बाँधना; मैं यहोवा हूँ।
સંદર્ભમાં
૧૪બધિર માણસને શાપ ન આપ અને અંધજનના માર્ગમાં ઠોકર ન મૂક. પણ તેને બદલે મારું ભય રાખજો. હું યહોવાહ છું.
૧૫ન્યાયધીશોએ પોતાના ન્યાયમાં સદા પ્રામાણિક રહેવું, ગરીબો પ્રત્યે દયા દર્શાવીને એનો પક્ષ ન લેવો કે કોઈ માણસ મહત્વનો છે એવું વિચારીને એનો પક્ષ ન લેવો. પણ તેના બદલે હંમેશા ઉચિત ન્યાય કરવો.
૧૬તમારા લોકો મધ્યે તમારે કોઈએ કૂથલી કે ચાડી કરવી નહિ, પણ તમારા પડોશીના જીવનની સલામતી શોધવી. હું યહોવાહ છું.
૧૭તમારે તમારા હૃદયમાં તમારા ભાઈનો દ્વેષ ન કરવો. તમારા પડોશીને પ્રામાણિકપણે ઠપકો આપ અને તેને કારણે પાપને ચલાવી ન લો.
૧૮કોઈના પર વૈર વાળીને બદલો લેવાની ભાવના રાખવી નહિ, પરંતુ જેમ તમે પોતાના પર પ્રેમ રાખો છો તેમ પડોશીઓ પર પણ પ્રેમ રાખવો. હું યહોવાહ છું.
