લેવી ૨૨:૨૬
યહોવાહે મૂસાને કહ્યું,લેવી ૨૨:૨૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Leviticus 22:26
- The LORD spoke to Moses, saying,
- हिन्दी — लैव्यव्यवस्था २२:२६
- फिर यहोवा ने मूसा से कहा,
સંદર્ભમાં
૨૪જે પશુના અંડકોશ છૂંદી, કચડી, ચીરી કે કાપી નાખવામાં આવ્યા હોય તેને તમારે યહોવાહને ચઢાવવું નહિ. તમારા દેશમાં એવાઓને ચઢાવવા નહિ.
૨૫અને જે પરદેશીઓ એવાં પશુઓને યહોવાહને માટે અર્પણ તરીકે લાવે, તો તમારે તેનો સ્વીકાર કરવો નહિ. કેમ કે તેઓની અંદર ખામી અને બગાડ છે. હું તેને તમારા લાભમાં માન્ય કરીશ નહિ.’”
૨૬યહોવાહે મૂસાને કહ્યું,
૨૭“જ્યારે કોઈ વાછરડું, લવારું કે ઘેટું જન્મે ત્યારે સાત દિવસ સુધી તેને તેની મા પાસેથી કોઈએ લઈ લેવું નહિ. આઠમા દિવસે અને તે પછી તે યહોવાહને સારુ હોમયજ્ઞના અર્પણ તરીકે માન્ય થશે.
૨૮તે પશુ ગાય હોય કે ઘેટી તેને તથા તેના બચ્ચાંને બન્નેને એક જ દિવસે કાપવા નહિ.
