લેવી ૮:૧૭
પણ જેમ યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તેમ, તેણે બળદનું ચામડું, તેનું માંસ અને છાણ છાવણી બહાર અગ્નિમાં બાળી નાખ્યાં.લેવી ૮:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Leviticus 8:17
- But the bull, and its skin, and its meat, and its dung, he burned with fire outside the camp, as the LORD commanded Moses.
- हिन्दी — लैव्यव्यवस्था ८:१७
- परन्तु बछड़े में से जो कुछ शेष रह गया उसको, अर्थात् गोबर समेत उसकी खाल और माँस को उसने छावनी से बाहर आग में जलाया, जिस प्रकार यहोवा ने मूसा को आज्ञा दी थी।
સંદર્ભમાં
૧૫તેણે તે કાપ્યો અને મૂસાએ રક્ત લઈને પોતાની આંગળીથી વેદીનાં શિંગની આસપાસ તે ચોપડ્યું અને વેદીને શુદ્ધ કરીને બાકીનું રક્ત વેદીના પાયામાં તેને માટે રેડી દીધું અને ઈશ્વરને માટે તેને અલગ કરીને પવિત્ર કરી.
૧૬તેણે આંતરડાં પરની બધી જ ચરબી, કલેજા પરની ચરબી અને બન્ને મૂત્રપિંડો તથા તે પરની ચરબી લીધી અને મૂસાએ વેદી પર તેનું દહન કર્યુ.
૧૭પણ જેમ યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તેમ, તેણે બળદનું ચામડું, તેનું માંસ અને છાણ છાવણી બહાર અગ્નિમાં બાળી નાખ્યાં.
૧૮મૂસાએ દહનીયાર્પણનો ઘેટો રજૂ કર્યો અને હારુને તથા તેના પુત્રોએ તે ઘેટાના માથા પર પોતાના હાથ મૂક્યા.
૧૯મૂસાએ તેને મારી નાખીને તેનું રક્ત વેદીની આસપાસ છાંટ્યું.
