લેવી ૯:૧૦
પણ પાપાર્થાર્પણની ચરબી, મૂત્રપિંડો અને કલેજા પરની ચરબી એનું તેણે વેદી પર દહન કર્યું, જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ.લેવી ૯:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Leviticus 9:10
- but the fat, and the kidneys, and the cover from the liver of the sin offering, he burned upon the altar, as the LORD commanded Moses.
- हिन्दी — लैव्यव्यवस्था ९:१०
- और पापबलि में की चर्बी और गुर्दों और कलेजे पर की झिल्ली को उसने वेदी पर जलाया, जैसा यहोवा ने मूसा को आज्ञा दी थी।
સંદર્ભમાં
૮માટે હારુન વેદી પાસે ગયો અને પાપાર્થાર્પણનો જે વાછરડો તેને પોતાને માટે હતો, તે તેણે કાપ્યો.
૯હારુનના પુત્રોએ તેનું રક્ત તેની આગળ પ્રસ્તુત કર્યું અને તેણે પોતાની આંગળી બોળીને થોડું રક્ત વેદીનાં શિંગ ઉપર લગાડ્યું; પછી તેણે બાકીનું રક્ત વેદીના પાયામાં રેડી દીધું.
૧૦પણ પાપાર્થાર્પણની ચરબી, મૂત્રપિંડો અને કલેજા પરની ચરબી એનું તેણે વેદી પર દહન કર્યું, જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
૧૧અને માંસને બાળીને તેણે તે છાવણી બહાર મૂક્યું.
૧૨હારુને દહનીયાર્પણને કાપ્યું અને તેના પુત્રોએ તેને રક્ત આપ્યું, જે તેણે વેદીની ચારે બાજુએ છાંટ્યું.
