લૂક ૧૧:૧૬
બીજાઓએ પરીક્ષા કરતાં તેમની પાસે સ્વર્ગમાંથી ચમત્કારિક ચિહ્ન માગ્યું.લૂક ૧૧:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 11:16
- Others, testing him, sought from him a sign from heaven.
- हिन्दी — लूका ११:१६
- औरों ने उसकी परीक्षा करने के लिये उससे आकाश का एक चिन्ह माँगा।
સંદર્ભમાં
૧૪ઈસુ એક મૂંગા દુષ્ટાત્માને કાઢતા હતા. એમ થયું કે દુષ્ટાત્મા નીકળ્યા પછી જે માણસ પહેલા બોલતો ન હતો તે બોલ્યો. તેથી લોકોને આશ્ચર્ય લાગ્યું.
૧૫પણ તેઓમાંના કેટલાકે કહ્યું કે, ‘દુષ્ટાત્માઓના સરદાર બાલઝબૂલની મદદથી તે દુષ્ટાત્માને કાઢે છે.’”
૧૬બીજાઓએ પરીક્ષા કરતાં તેમની પાસે સ્વર્ગમાંથી ચમત્કારિક ચિહ્ન માગ્યું.
૧૭પણ ઈસુએ તેઓના વિચાર જાણીને તેઓને કહ્યું કે, ‘દરેક રાજ્ય જેમાં ભાગલો પડે છે તે ઉજ્જડ થાય છે; અને દરેક ઘર જેમાં ભાગલો પડે, તો તે પડી જાય છે.
૧૮જો શેતાન પણ પોતાની વચ્ચે ભાગલો પાડે તો તેનું રાજ્ય કેમ ટકે? હું એટલા માટે કહું છું કેમ કે તમે કહો છો કે, બાલઝબૂલની મદદથી હું દુષ્ટાત્માઓને કાઢું છું.
