લૂક ૧૨:૨૫
ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના જીવનકાળનો એકાદ પળનો વધારો શકો છે?લૂક ૧૨:૨૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 12:25
- Which of you by being anxious can add a cubit to his height?
- हिन्दी — लूका १२:२५
- तुम में से ऐसा कौन है, जो चिन्ता करने से अपने जीवनकाल में एक घड़ी भी बढ़ा सकता है?
સંદર્ભમાં
૨૩કેમ કે ખોરાક કરતા જીવ, અને વસ્ત્ર કરતા શરીર, અધિક છે.
૨૪કાગડાઓનો વિચાર કરો; તેઓ તો વાવતા નથી અને કાપતા નથી; તેઓની પાસે વખાર કે કોઠાર નથી; તોપણ ઈશ્વર તેઓનું પોષણ કરે છે; પક્ષીઓ કરતા તમે કેટલા વિશેષ મૂલ્યવાન છો!
૨૫ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના જીવનકાળનો એકાદ પળનો વધારો શકો છે?
૨૬માટે જે સૌથી નાનું કામ તે જો તમે કરી નથી શકતા, તો બીજાં વિષે તમે કેમ ચિંતા કરો છો?
૨૭ફૂલઝાડોનો વિચાર કરો; તેઓ કેવાં વધે છે; તેઓ મહેનત કરતા નથી, તેઓ કાંતતાં પણ નથી; તોપણ હું તમને કહું છું કે, સુલેમાન પણ પોતાના સઘળા વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો.
