લૂક ૧૩:૧૭
ઈસુ એ તે વાતો કહી ત્યારે તેમના સામેવાળા શરમિંદા થઈ ગયા; પણ અન્ય લોકો તો ઈસુ જે અદભુત કામો કરી રહ્યા હતા તે જોઈને આનંદ પામ્યા.લૂક ૧૩:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 13:17
- As he said these things, all his adversaries were disappointed; and all the multitude rejoiced for all the glorious things that were done by him.
- हिन्दी — लूका १३:१७
- जब उसने ये बातें कहीं, तो उसके सब विरोधी लज्जित हो गए, और सारी भीड़ उन महिमा के कामों से जो वह करता था, आनन्दित हुई।
સંદર્ભમાં
૧૫પ્રભુએ તેઓને ઉત્તર આપતા કહ્યું કે, ‘ઓ ઢોંગીઓ, શું તમારામાં એક પણ માણસ એવો છે જે વિશ્રામવારે પોતાના બળદને કે ગધેડાને ગભાણમાંથી છોડીને પાણી પીવા સારુ લઈ જતો નથી?
૧૬આ સ્ત્રી જે ઇબ્રાહિમની દીકરી છે, જેને શેતાને અઢાર વર્ષથી બાંધી રાખી હતી, તેને વિશ્રામવારે છૂટી કરી એ શું ખોટું કર્યું?’”
૧૭ઈસુ એ તે વાતો કહી ત્યારે તેમના સામેવાળા શરમિંદા થઈ ગયા; પણ અન્ય લોકો તો ઈસુ જે અદભુત કામો કરી રહ્યા હતા તે જોઈને આનંદ પામ્યા.
૧૮ઈસુએ કહ્યું કે, ‘ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે, અને હું એને શાની ઉપમા આપું?
૧૯તે રાઈના દાણા જેવું છે. કોઈ માણસે દાણો લઈને પોતાની વાડીમાં વાવ્યો. પછી છોડ ઊગ્યો અને તે વધીને મોટું ઝાડ થયું, અને આકાશના પક્ષીઓએ તેની ડાળીઓ પર વાસો કર્યો.’”
