લૂક ૧૩:૨૩
એક માણસે ઈસુને પૂછ્યું કે, ‘પ્રભુ, ઉદ્ધાર પામનાર લોકો થોડા છે શું?’ પછી ઈસુએ તેઓને કહ્યું કે,લૂક ૧૩:૨૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 13:23
- One said to him, “Lord, are they few who are saved?” He said to them,
- हिन्दी — लूका १३:२३
- और किसी ने उससे पूछा, “हे प्रभु, क्या उद्धार पानेवाले थोड़े हैं?” उसने उनसे कहा,
સંદર્ભમાં
૨૧તે ખમીર જેવું છે. એક મહિલાએ ખમીર લઈને ત્રણ માપ લોટમાં મેળવ્યું. પરિણામે બધો લોટ ખમીરવાળો થયો.’”
૨૨ઈસુ યરુશાલેમ તરફ મુસાફરી કરતા હતા ત્યારે માર્ગ પર આવતાં શહેર અને ગામોની મુલાકાત કરીને લોકોને બોધ કરતા હતા.’”
૨૩એક માણસે ઈસુને પૂછ્યું કે, ‘પ્રભુ, ઉદ્ધાર પામનાર લોકો થોડા છે શું?’ પછી ઈસુએ તેઓને કહ્યું કે,
૨૪‘સાંકડા દરવાજામાં થઈને પ્રવેશ કરવા કષ્ટ કરો, કારણ, હું તમને કહું છું કે ઘણાં અંદર પ્રવેશ કરવા પ્રયત્ન કરશે, પણ અંદર પ્રવેશી શકશે નહિ.
૨૫જયારે ઘરનો માલિક ઊઠીને બારણું બંધ કરશે, અને તમે બહાર ઊભા રહીને બારણું ખટખટાવીને કહેશો કે, ‘પ્રભુ, પ્રભુ, અમારે માટે બારણાં ઉઘાડો’; અને તે તમને ઉત્તર આપતાં કહેશે કે, ‘હું તમને ઓળખતો નથી કે તમે ક્યાંનાં છો?
