લૂક ૧૩:૩
હું તમને કહું છું કે ના; પણ જો તમે પસ્તાવો નહિ કરો, તો તમે પણ એ જ રીતે નાશ પામશો.લૂક ૧૩:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 13:3
- I tell you, no, but unless you repent, you will all perish in the same way.
- हिन्दी — लूका १३:३
- मैं तुम से कहता हूँ, कि नहीं; परन्तु यदि तुम मन न फिराओगे तो तुम सब भी इसी रीति से नाश होंगे।
સંદર્ભમાં
૧તે જ સમયે ત્યાં હાજર કેટલાક માણસોએ આવીને ઈસુને તે ગાલીલીઓ વિશે જણાવ્યું કે, પિલાતે તેમના યજ્ઞોના લોહીમાં તેઓનું લોહી ભેળવી દીધું.
૨ઈસુએ તેઓને જવાબ આપતાં કહ્યું કે, ‘તે ગાલીલીઓ અન્ય ગાલીલીઓ કરતાં વધારે પાપી હતા તેથી તેઓ પર આવી વિપત્તિ આવી પડી એમ તમે માનો છો?’”
૩હું તમને કહું છું કે ના; પણ જો તમે પસ્તાવો નહિ કરો, તો તમે પણ એ જ રીતે નાશ પામશો.
૪અથવા શિલોઆહમાં જે અઢાર માણસો પર બુરજ તૂટી પડવાથી તેઓ મરણ પામ્યા, તેઓ યરુશાલેમમાં વસતા બીજા બધા માણસો કરતાં વધારે પાપી હતા એમ તમે માનો છો?
૫હું તમને કહું છું કે ના; પણ જો તમે પસ્તાવો નહિ કરો, તો તમે બધા પણ એ જ રીતે નાશ પામશો.’”
