લૂક ૧૬:૫
તેણે પોતાના માલિકના દરેક કરજદારને બોલાવ્યા. તેમાંના પહેલાને કહ્યું કે, મારા માલિકનું તારે કેટલું દેવું છે?લૂક ૧૬:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 16:5
- Calling each one of his lord’s debtors to him, he said to the first, ‘How much do you owe to my lord?’
- हिन्दी — लूका १६:५
- और उसने अपने स्वामी के देनदारों में से एक-एक को बुलाकर पहले से पूछा, कि तुझ पर मेरे स्वामी का कितना कर्ज है?
સંદર્ભમાં
૩કારભારીએ પોતાના મનમાં કહ્યું કે, હું શું કરું? કેમ કે મારો માલિક મારી પાસેથી કારભાર લઈ લે છે. મારામાં મજૂરી કરવાની શકતી નથી; ભીખ માગતાં મને શરમ લાગે છે.
૪તે મને કારભારમાંથી કાઢી મૂકે ત્યારે લોકો મારા સાથમાં રહે તે માટે શું કરવું તેની મને સૂઝ પડે છે.
૫તેણે પોતાના માલિકના દરેક કરજદારને બોલાવ્યા. તેમાંના પહેલાને કહ્યું કે, મારા માલિકનું તારે કેટલું દેવું છે?
૬અને તેણે કહ્યું કે, સો માપ તેલ. અને તેણે તેને કહ્યું કે, તારું ખાતું લે, અને જલદી બેસીને પચાસ લખ.
૭પછી તેણે બીજાને કહ્યું કે, તારે કેટલું દેવું છે? અને તેણે કહ્યું કે, સો માપ ઘઉં, તેણે તેને કહ્યું કે, તારું ખાતું લે, અને એંસી લખ.
