લૂક ૨૩:૧૬
માટે હું તેમને શિક્ષા કરીને છોડી દઈશ.’”લૂક ૨૩:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 23:16
- I will therefore chastise him and release him.”
- हिन्दी — लूका २३:१६
- इसलिए मैं उसे पिटवाकर छोड़ देता हूँ।”
સંદર્ભમાં
૧૪તેઓને કહ્યું કે, ‘આ માણસ લોકને ભુલાવે છે, એવું કહીને તમે તેમને મારી પાસે લાવ્યા છો; પણ, જુઓ, મેં તમારી આગળ ઈસુની તપાસ કર્યા છતાં, જે વાતોનો તમે તેમના પર આરોપ મૂકો છો તે સંબંધી કંઈ પણ અપરાધ ઈસુમાં મને જણાયો નથી.
૧૫તેમ જ હેરોદને પણ જણાયો નથી; કેમ કે તેણે તેમને અમારી પાસે પાછા મોકલ્યા; અને જુઓ, મરણદંડને યોગ્ય તેમણે કશું જ કર્યું નથી.
૧૬માટે હું તેમને શિક્ષા કરીને છોડી દઈશ.’”
૧૭હવે પાસ્ખાપર્વ નિમિતે તેઓને સારુ કોઈ એક અપરાધીને છોડી દેવો પડતો હતો.
૧૮પણ તેઓએ ઊંચે અવાજે કહ્યું કે, ‘ઈસુને લઈ જાઓ, અને બરાબાસને અમારે સારુ છોડી દો.’”
