માલાખી ૧:૨
યહોવાહ કહે છે કે, “મેં તને પ્રેમ કર્યો છે,” પણ તમે પૂછો છો કે, “કઈ બાબતે તમે અમને પ્રેમ કર્યો છે?” યહોવાહ કહે છે, “શું એસાવ યાકૂબનો ભાઈ ન હતો. “તોપણ મેં યાકૂબને પ્રેમ કર્યો,માલાખી ૧:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Malachi 1:2
- “I have loved you,” says the LORD. Yet you say, “How have you loved us?” “Wasn’t Esau Jacob’s brother?” says the LORD, “Yet I loved Jacob;
- हिन्दी — मलाकी १:२
- यहोवा यह कहता है, “मैंने तुम से प्रेम किया है, परन्तु तुम पूछते हो, ‘तूने हमें कैसे प्रेम किया है?’” यहोवा की यह वाणी है, “क्या एसाव याकूब का भाई न था?
સંદર્ભમાં
૧માલાખી મારફતે ઇઝરાયલી પ્રજાને પ્રગટ કરાયેલા યહોવાહનો વચન.
૨યહોવાહ કહે છે કે, “મેં તને પ્રેમ કર્યો છે,” પણ તમે પૂછો છો કે, “કઈ બાબતે તમે અમને પ્રેમ કર્યો છે?” યહોવાહ કહે છે, “શું એસાવ યાકૂબનો ભાઈ ન હતો. “તોપણ મેં યાકૂબને પ્રેમ કર્યો,
૩પણ મેં એસાવનો તિરસ્કાર કર્યો. મેં તેના પર્વતોને ઉજ્જડ બનાવી દીધા, તેના વારસાને મેં અરણ્યનાં શિયાળોનું સ્થાન બનાવી દીધું.”
૪જો અદોમ કહે કે, “અમારો વિનાશ થઈ ગયો છે, પણ અમે પાછા ફરીને ઉજ્જડ જગાઓને બાંધીશું;” તોપણ સૈન્યોના યહોવાહ કહે છે કે, “તેઓ બાંધશે, પણ હું તેનો નાશ કરીશ; અને લોકો તેને દુષ્ટતાનો દેશ અને લોકોને યહોવાહ જેઓના પર હંમેશા કોપાયમાન રહે છે’ એવું કહેશે.
