માલાખી ૧:૮
તમે અંધ પશુઓ મને અર્પણ કરો છો તે શું ખોટું નથી? તમે અપંગ કે બીમાર પશુઓ અર્પણ કરો છો તે શું ખોટું નથી? જો તમે પશુઓની તે ભેટ તમારા રાજકર્તાને આપશો તો શું તે સ્વીકાર કરશે? શું તે તમારા પર પ્રસન્ન થશે?” એવું સૈન્યોના યહોવાહ કહે છે.માલાખી ૧:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Malachi 1:8
- When you offer the blind for sacrifice, isn’t that evil? And when you offer the lame and sick, isn’t that evil? Present it now to your governor! Will he be pleased with you? Or will he accept your person?” says the LORD of Armies.
- हिन्दी — मलाकी १:८
- जब तुम अंधे पशु को बलि करने के लिये समीप ले आते हो तो क्या यह बुरा नहीं? और जब तुम लँगड़े या रोगी पशु को ले आते हो, तो क्या यह बुरा नहीं? अपने हाकिम के पास ऐसी भेंट ले जाओ; क्या वह तुम से प्रसन्न होगा या तुम पर अनुग्रह करेगा? सेनाओं के यहोवा का यही वचन है।
સંદર્ભમાં
૬“દીકરો પોતાના પિતાનો આદર કરશે, અને ચાકર પોતાના માલિકનો આદર કરશે. જો, હું તમારો પિતા છું તો, મારો આદર ક્યાં છે? અને જો માલિક છું તો મારું સન્માન ક્યાં છે? એવું મારા નામને ધિક્કારના યાજકો, યહોવાહ તમને પૂછે છે. પણ તમે કહ્યું, ‘અમે તમારા નામને કેવી રીતે ધિક્કારીએ છીએ?’
૭યહોવાહ કહે છે, “તમે મારી વેદી પર અપવિત્ર રોટલી ચઢાવીને પૂછો છો, “અમે તમને કેવી રીતે ભ્રષ્ટ કર્યા?’ એવું કહીને કે યહોવાહ મેજને ધિક્કારપાત્ર છે.
૮તમે અંધ પશુઓ મને અર્પણ કરો છો તે શું ખોટું નથી? તમે અપંગ કે બીમાર પશુઓ અર્પણ કરો છો તે શું ખોટું નથી? જો તમે પશુઓની તે ભેટ તમારા રાજકર્તાને આપશો તો શું તે સ્વીકાર કરશે? શું તે તમારા પર પ્રસન્ન થશે?” એવું સૈન્યોના યહોવાહ કહે છે.
૯અને હવે તમે ઈશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરો છો, કે જેથી તેઓ અમારા પર દયા કરે. “પણ તમારા આવાં જ અર્પણોને લીધે, શું તેઓ તમારામાંના કોઈને માયાળુપણે સ્વીકાર કરશે?” એવું સૈન્યોના યહોવાહ કહે છે.
૧૦“સભાસ્થાનના દરવાજા બંધ કરી દઈને મારી વેદી પર નિરર્થક અગ્નિ સળગાવવા ન દે એવો જો તમારામાં કોઈ હોત તો ઓહ કેવું સારુ હોત! હું તમારા પર જરાપણ પ્રસન્ન નથી, એમ સૈન્યોના યહોવાહ કહે છે, હું તમારા હાથનું એક પણ અર્પણ સ્વીકારીશ નહિ.
