માલાખી ૨:૧૬
કેમ કે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ કહે છે કે, “હું છૂટાછેડાને ધિક્કારું છું, સૈન્યોના યહોવાહ કહે છે “જે પોતાની પત્ની પર જુલમ કરે છે તેને હું ધિક્કારું છું. “માટે તમારા આત્મા વિષે સાવધ રહો અને અવિશ્વાસુ ન બનો.”માલાખી ૨:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Malachi 2:16
- One who hates and divorces”, says the LORD, the God of Israel, “covers his garment with violence!” says the LORD of Armies. “Therefore pay attention to your spirit, that you don’t be unfaithful.
- हिन्दी — मलाकी २:१६
- क्योंकि इस्राएल का परमेश्वर यहोवा यह कहता है, “मैं स्त्री-त्याग से घृणा करता हूँ, और उससे भी जो अपने वस्त्र को उपद्रव से ढाँपता है। इसलिए तुम अपनी आत्मा के विषय में चौकस रहो और विश्वासघात मत करो, सेनाओं के यहोवा का यही वचन है।”
સંદર્ભમાં
૧૪પણ તું કહે છે, “શા માટે તે નહિ?” કેમ કે, યહોવાહ તારી અને તારી જુવાનીની પત્ની વચ્ચે સાક્ષી થયા છે, જોકે તે તારી સાથી અને કરારની રૂએ તારી પત્ની હતી છતાં તું તેને અવિશ્વાસુ રહ્યો છે.
૧૫શું તેણે પોતાના આત્માનાં અંશ વડે તમને એક બનાવ્યા નથી? અને શા માટે તેમણે તમને એક બનાવ્યા છે? કેમ કે તે ધાર્મિક સંતાનની આશા રાખતા હતા? માટે તમારા આત્મા વિષે સાવધ રહો, કોઈ પણ પોતાની જુવાનીની પત્નીને અવિશ્વાસુ ન રહે.
૧૬કેમ કે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ કહે છે કે, “હું છૂટાછેડાને ધિક્કારું છું, સૈન્યોના યહોવાહ કહે છે “જે પોતાની પત્ની પર જુલમ કરે છે તેને હું ધિક્કારું છું. “માટે તમારા આત્મા વિષે સાવધ રહો અને અવિશ્વાસુ ન બનો.”
૧૭તમે તમારા શબ્દોથી યહોવાહને કંટાળો ઉપજાવ્યો છે. પણ તમે કહો છો કે, “કેવી રીતે અમે તેમને કંટાળો ઉપજાવ્યો છે? “દુષ્કર્મ કરનાર દરેક માણસ યહોવાહની નજરમાં સારો છે, તેનાથી તેઓ પ્રસન્ન થાય છે; અથવા ઈશ્વરનો ન્યાય ક્યાં છે?” એવું કહીને તમે તેમને કંટાળો ઉપજાવ્યો છે.
