માલાખી ૨:૫
“તેની સાથેનો મારો કરાર જીવન તથા શાંતિ આપવાનો હતો, અને તે મારો આદર કરે તે માટે મેં તેને તે આપ્યો. તે મારો આદર કરતો હતો અને મારા નામનો ભય રાખતો હતો.માલાખી ૨:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Malachi 2:5
- “My covenant was with him of life and peace; and I gave them to him that he might be reverent toward me; and he was reverent toward me, and stood in awe of my name.
- हिन्दी — मलाकी २:५
- मेरी जो वाचा उसके साथ बंधी थी वह जीवन और शान्ति की थी, और मैंने यह इसलिए उसको दिया कि वह भय मानता रहे; और उसने मेरा भय मान भी लिया और मेरे नाम से अत्यन्त भय खाता था।
સંદર્ભમાં
૩જો, હું તમારા વંશજોને ઠપકો આપીશ, અને તમારા મુખ પર છાણ નાખીશ અને તમારા છાણના અર્પણો સાથે તમને પણ બહાર કાઢી મૂકવામાં આવશે.
૪ત્યારે તમે જાણશો કે મેં તમારી પાસે આ આજ્ઞા મોકલી છે, કે મારો કરાર લેવી સાથે થાય,” એવું સૈન્યોના યહોવાહ કહે છે.
૫“તેની સાથેનો મારો કરાર જીવન તથા શાંતિ આપવાનો હતો, અને તે મારો આદર કરે તે માટે મેં તેને તે આપ્યો. તે મારો આદર કરતો હતો અને મારા નામનો ભય રાખતો હતો.
૬સાચું શિક્ષણ તેમના મુખમાં હતું, તેમના હોઠમાંથી કદી અન્યાયીપણું માલૂમ પડતું નહતું. તે મારી સાથે શાંતિ અને પ્રામાણિકપણે ચાલતો હતો, અને તે ઘણાંને પાપમાંથી પાછા ફેરવતો હતો .
૭કેમ કે યાજકના હોઠોમાં ડહાપણ હોવું જોઈએ, અને લોકો તેમના મુખમાંથી નિયમ શોધવો જોઈએ, કેમ કે તે સૈન્યોના યહોવાહનો સંદેશાવાહક છે.
