માલાખી ૩:૧૩
યહોવાહ કહે છે, “તમે મારી વિરુદ્ધ કઠોર વચનો કહ્યાં છે,” પણ તમે કહો છો કે, ‘અમે તમારી વિરુદ્ધ શું બોલ્યા છીએ?’માલાખી ૩:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Malachi 3:13
- “Your words have been harsh against me,” says the LORD. “Yet you say, ‘What have we spoken against you?’
- हिन्दी — मलाकी ३:१३
- “यहोवा यह कहता है, तुम ने मेरे विरुद्ध ढिठाई की बातें कही हैं। परन्तु तुम पूछते हो, ‘हमने तेरे विरुद्ध में क्या कहा है?’
સંદર્ભમાં
૧૧તમારે સારુ હું ભક્ષકોને ધમકાવીશ, જેથી તેઓ તમારી જમીનની ઊપજનો નાશ ન કરે; ખેતરમાં તમારા દ્રાક્ષાવેલાઓનાં ફળ યોગ્ય સમય આવ્યા પહેલાં ખરી પડશે નહિ,” એવું સૈન્યોના યહોવાહ કહે છે.
૧૨“સર્વ પ્રજાઓ તમને આશીર્વાદિત કહેશે, કેમ કે તમારો દેશ ખુશહાલ થશે,” એવું સૈન્યોના યહોવાહ કહે છે.
૧૩યહોવાહ કહે છે, “તમે મારી વિરુદ્ધ કઠોર વચનો કહ્યાં છે,” પણ તમે કહો છો કે, ‘અમે તમારી વિરુદ્ધ શું બોલ્યા છીએ?’
૧૪તમે કહ્યું છે કે, ‘ઈશ્વરની સેવા કરવી વ્યર્થ છે. અમે તેમના વિધિઓ પાળ્યા તથા સૈન્યોના યહોવાહની આગળ શોકપૂર્વક ચાલ્યા તેથી અમને શો લાભ થયો?
૧૫અને હવે અમે ઘમંડી લોકોને આશીર્વાદિત કહીએ છીએ. દુરાચારીઓ ફક્ત આબાદ થતાં નથી, પણ તેઓ, ઈશ્વરને પારખે છે અને બચી જાય છે.’”
