Skip to content
Methodist Church Nadiad
ઈસુએ તેઓને કહ્યું કે, ‘શું તમે આ કારણથી ભૂલ નથી કરતા, કે તમે પવિત્રશાસ્ત્ર તથા ઈશ્વરનું પરાક્રમ જાણતા નથી?

માર્ક ૧૨:૨૪ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishMark 12:24
Jesus answered them, “Isn’t this because you are mistaken, not knowing the Scriptures nor the power of God?
हिन्दीमरकुस १२:२४
यीशु ने उनसे कहा, “क्या तुम इस कारण से भूल में नहीं पड़े हो कि तुम न तो पवित्रशास्त्र ही को जानते हो, और न परमेश्वर की सामर्थ्य को?

સંદર્ભમાં

૨૨અને સાતે સંતાન વગર મરણ પામ્યા. છેવટે સ્ત્રીનું પણ મરણ થયું.

૨૩હવે મરણોત્થાનમાં, તે તેઓમાંના કોની પત્ની થશે? કેમ કે સાતેની તે પત્ની થઈ હતી.’”

૨૪ઈસુએ તેઓને કહ્યું કે, ‘શું તમે આ કારણથી ભૂલ નથી કરતા, કે તમે પવિત્રશાસ્ત્ર તથા ઈશ્વરનું પરાક્રમ જાણતા નથી?

૨૫કેમ કે મૃત્યુમાંથી ઊઠનારા લગ્ન કરતા કે કરાવતાં નથી, પણ તેઓ સ્વર્ગમાંના સ્વર્ગદૂતોનાં જેવા હોય છે.

૨૬પણ મરણ પામેલા લોકો પાછા ઊઠે છે, તે સંબંધી, શું તમે મૂસાના પુસ્તકમાંના ઝાડી વિષેના પ્રકરણમાં નથી વાંચ્યું કે, ઈશ્વરે તેને એમ કહ્યું કે, હું ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર છું.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.