માર્ક ૩:૨૨
જે શાસ્ત્રીઓ યરુશાલેમથી આવ્યા હતા તેઓએ કહ્યું કે, ‘તેનામાં બાલઝબૂલ છે અને દુષ્ટાત્માઓનાં સરદારની મદદથી તે દુષ્ટાત્માઓને કાઢે છે.’”માર્ક ૩:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Mark 3:22
- The scribes who came down from Jerusalem said, “He has Beelzebul,” and, “By the prince of the demons he casts out the demons.”
- हिन्दी — मरकुस ३:२२
- और शास्त्री जो यरूशलेम से आए थे, यह कहते थे, “उसमें शैतान है,” और यह भी, “वह दुष्टात्माओं के सरदार की सहायता से दुष्टात्माओं को निकालता है।”
સંદર્ભમાં
૨૦પછી તે એક ઘરમાં આવ્યા જ્યાં એટલા બધા લોકો ભેગા થયા કે તેઓ રોટલી પણ ખાઈ ન શક્યા.
૨૧તેમના સગાંઓ તે સાંભળીને તેમને પકડવા બહાર નીકળ્યાં; કેમ કે તેઓએ કહ્યું કે ‘તે અસ્થિર થઈ ગયો છે.’”
૨૨જે શાસ્ત્રીઓ યરુશાલેમથી આવ્યા હતા તેઓએ કહ્યું કે, ‘તેનામાં બાલઝબૂલ છે અને દુષ્ટાત્માઓનાં સરદારની મદદથી તે દુષ્ટાત્માઓને કાઢે છે.’”
૨૩તેમણે તેઓને પાસે બોલાવીને દ્રષ્ટાંતોમાં કહ્યું કે, ‘શેતાન શેતાનને કેવી રીતે હાંકી કાઢશે?
૨૪જો કોઈ રાજ્ય પોતામાં ભાગલો પડે, તો તે રાજ્ય સ્થિર રહી શકતું નથી.
