માથ્થી ૧૩:૪૬
જયારે તેને અતિ મૂલ્યવાન મોતી મળ્યું, ત્યાર પછી જઈને તેણે પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે ખરીદી લીધું.માથ્થી ૧૩:૪૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 13:46
- who having found one pearl of great price, he went and sold all that he had and bought it.
- हिन्दी — मत्ती १३:४६
- जब उसे एक बहुमूल्य मोती मिला तो उसने जाकर अपना सब कुछ बेच डाला और उसे मोल ले लिया।
સંદર્ભમાં
૪૪વળી સ્વર્ગનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે; કે જે એક માણસને મળ્યું, પછી તેણે તે સંતાડી રાખ્યું. તેના હર્ષને લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે ખેતર વેચાતું લીધું.
૪૫વળી સ્વર્ગનું રાજ્ય સારાં મોતી શોધનાર કોઈ એક વેપારીના જેવું છે.
૪૬જયારે તેને અતિ મૂલ્યવાન મોતી મળ્યું, ત્યાર પછી જઈને તેણે પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે ખરીદી લીધું.
૪૭વળી સ્વર્ગનું રાજ્ય જાળના જેવું છે, જેને સમુદ્રમાં નાખવામાં આવ્યું, અને દરેક જાતનાં સમુદ્રજીવો તેમાં સમેટાયા.
૪૮જયારે તે ભરાઈ ગઈ ત્યારે તેઓ તેને કિનારે ખેંચી લાવ્યા, બેસીને જે સારું હતું તે તેઓએ વાસણમાં એકઠું કર્યું, પણ નરસું ફેંકી દીધું.
