માથ્થી ૧૩:૫
કેટલાક પથ્થરવાળી જમીન પર પડ્યાં, જ્યાં ઘણી માટી ન હતી; તેને માટીનું ઊંડાણ ન હતું માટે તે વહેલાં ઊગી નીકળ્યાં.માથ્થી ૧૩:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 13:5
- Others fell on rocky ground, where they didn’t have much soil, and immediately they sprang up, because they had no depth of earth.
- हिन्दी — मत्ती १३:५
- कुछ बीज पत्थरीली भूमि पर गिरे, जहाँ उन्हें बहुत मिट्टी न मिली और नरम मिट्टी न मिलने के कारण वे जल्द उग आए।
સંદર્ભમાં
૩ઈસુએ દ્રષ્ટાંતોમાં તેઓને ઘણી વાતો કહેતાં કહ્યું કે, “જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો.
૪તે વાવતો હતો ત્યારે કેટલાક બીજ રસ્તાના કિનારે પડ્યાં; એટલે પક્ષીઓ આવીને તે ખાઈ ગયા.
૫કેટલાક પથ્થરવાળી જમીન પર પડ્યાં, જ્યાં ઘણી માટી ન હતી; તેને માટીનું ઊંડાણ ન હતું માટે તે વહેલાં ઊગી નીકળ્યાં.
૬પણ જયારે સૂર્ય ઊગ્યો ત્યારે તે ચીમળાઈ ગયા, તેને જડ ન હોવાથી તે સુકાઈ ગયા.
૭કેટલાક કાંટાનાં ઝાડવામાં પડ્યાં; કાંટાનાં ઝાડવાએ વધીને તેને દબાવી નાખ્યાં.
