માથ્થી ૨૩:૩
એ માટે જે કંઈ તેઓ તમને ફરમાવે, તે કરો તથા પાળો; પણ તેઓનાં કાર્યોને ન અનુસરો, કેમ કે તેઓ કહે છે, તે પ્રમાણે કરતા નથી.માથ્થી ૨૩:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 23:3
- All things therefore whatever they tell you to observe, observe and do, but don’t do their works; for they say, and don’t do.
- हिन्दी — मत्ती २३:३
- इसलिए वे तुम से जो कुछ कहें वह करना, और मानना, परन्तु उनके जैसा काम मत करना; क्योंकि वे कहते तो हैं पर करते नहीं।
સંદર્ભમાં
૧ત્યારે ઈસુએ લોકોને તથા પોતાના શિષ્યોને કહ્યું કે,
૨“શાસ્ત્રીઓ તથા ફરોશીઓ મૂસાના આસન પર બેસે છે;
૩એ માટે જે કંઈ તેઓ તમને ફરમાવે, તે કરો તથા પાળો; પણ તેઓનાં કાર્યોને ન અનુસરો, કેમ કે તેઓ કહે છે, તે પ્રમાણે કરતા નથી.
૪કેમ કે ભારે અને પાળવા મુશ્કેલ પડે એવા બોજા તેઓ માણસોની પીઠ પર ચઢાવે છે, પણ તેઓ પોતે પોતાની આંગળીથી પણ તેને ખસેડવા ઇચ્છતા નથી.’
૫લોકો તેઓને જુએ તે હેતુથી તેઓ પોતાનાં સઘળાં કામ કરે છે; તેઓ પોતાનાં સ્મરણપત્રોની પેટી પહોળી બનાવે છે તથા પોતાનાં વસ્ત્રોની કોરની ઝાલર વધારે છે.
