માથ્થી ૨૩:૩૬
હું તમને નિશ્ચે કહું છું કે, એ બધું આ પેઢીને શિરે આવશે.માથ્થી ૨૩:૩૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 23:36
- Most certainly I tell you, all these things will come upon this generation.
- हिन्दी — मत्ती २३:३६
- मैं तुम से सच कहता हूँ, ये सब बातें इस पीढ़ी के लोगों पर आ पड़ेंगी।
સંદર્ભમાં
૩૪તેથી જુઓ, પ્રબોધકોને, જ્ઞાનીઓને તથા શાસ્ત્રીઓને હું તમારી પાસે મોકલું છું, તમે તેઓમાંના કેટલાકને મારી નાખશો, વધસ્તંભે જડશો, તેઓમાંના કેટલાકને તમારાં સભાસ્થાનોમાં કોરડા મારશો અને નગરેનગર તેઓની પાછળ લાગશો.
૩૫કે ન્યાયી હાબેલના લોહીથી તે બારાખ્યાના દીકરા ઝખાર્યા, જેને મંદિરની તથા યજ્ઞવેદીની વચ્ચે તમે મારી નાખ્યો હતો, તેના લોહી સુધી જે બધા ન્યાયીઓનું લોહી પૃથ્વી પર વહેવડાવવામાં આવ્યું છે, તે તમારા પર આવે.
૩૬હું તમને નિશ્ચે કહું છું કે, એ બધું આ પેઢીને શિરે આવશે.
૩૭ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર, તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો તળે એકઠાં કરે છે, તેમ તારાં છોકરાંને એકઠાં કરવાનું મેં કેટલી વાર ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ!
૩૮જુઓ, તમારે સારુ તમારું ઘર ઉજ્જડ કરી દીધું.
