માથ્થી ૨૪:૩૭
જેમ નૂહના સમયમાં થયું, તેમ જ માણસના દીકરાનું આગમન પણ થશે.માથ્થી ૨૪:૩૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 24:37
- As the days of Noah were, so will the coming of the Son of Man be.
- हिन्दी — मत्ती २४:३७
- जैसे नूह के दिन थे, वैसा ही मनुष्य के पुत्र का आना भी होगा।
સંદર્ભમાં
૩૫આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.
૩૬પણ તે દિવસો તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ પણ જાણતું નથી, આકાશમાંના સ્વર્ગદૂતો નહિ તેમ જ દીકરો પણ નહિ.
૩૭જેમ નૂહના સમયમાં થયું, તેમ જ માણસના દીકરાનું આગમન પણ થશે.
૩૮કેમ કે જેમ જળપ્રલયની અગાઉ નૂહ વહાણમાં બેઠો ત્યાં સુધી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા હતા;
૩૯અને જળપ્રલય આવીને બધાને તાણી લઈ ગયો, ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે.
