માથ્થી ૨૭:૧૮
કેમ કે તે જાણતો હતો કે તેઓએ અદેખાઇના કારણે ઈસુને સોંપ્યો હતો.માથ્થી ૨૭:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 27:18
- For he knew that because of envy they had delivered him up.
- हिन्दी — मत्ती २७:१८
- क्योंकि वह जानता था कि उन्होंने उसे डाह से पकड़वाया है।
સંદર્ભમાં
૧૬તે વખતે બરાબાસ નામનો એક પ્રખ્યાત બંદીવાન હતો.
૧૭તેથી તેઓ એકઠા થયા પછી પિલાતે તેઓને કહ્યું કે, “હું તમારે માટે કોને છોડી દઉં, તે વિષે તમારી શી મરજી છે? બરાબાસને, કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને?”
૧૮કેમ કે તે જાણતો હતો કે તેઓએ અદેખાઇના કારણે ઈસુને સોંપ્યો હતો.
૧૯જયારે તે ન્યાયાસન પર બેઠો હતો, ત્યારે તેની પત્નીએ તેને કહેવડાવ્યું કે, “તે નિર્દોષ માણસને તું કંઈ કરતો નહિ, કેમ કે આજ મને સ્વપ્નમાં તેને લીધે ઘણું દુઃખ થયું છે.”
૨૦હવે મુખ્ય યાજકોએ તથા વડીલોએ લોકોને સમજાવ્યાં, કે તેઓ બરાબાસને માગે અને ઈસુને મારી નંખાવે.
