માથ્થી ૭:૧૦
અથવા જો માછલી માગે, તો તે તેને સાપ આપશે?માથ્થી ૭:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 7:10
- Or if he asks for a fish, who will give him a serpent?
- हिन्दी — मत्ती ७:१०
- या मछली माँगे, तो उसे साँप दे?
સંદર્ભમાં
૮કેમ કે જે દરેક માગે છે તેઓ પામે છે; જે શોધે છે તેઓને જડે છે; અને જે કોઈ ખટખટાવે છે, તેઓને માટે દરવાજા ઉઘાડવામાં આવશે.
૯તમારામાં એવી કઈ વ્યક્તિ છે કે, જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે, તો તે તેને પથ્થર આપશે?
૧૦અથવા જો માછલી માગે, તો તે તેને સાપ આપશે?
૧૧માટે જો તમે ખરાબ હોવા છતાં, જો પોતાના બાળકોને સારાં વાનાં આપવા જાણો છો, તો તમારા સ્વર્ગમાંના પિતાની પાસે જેઓ માગે છે તેઓને કેટલી વિશેષે કરીને સારાં વાનાં આપશે?
૧૨માટે જે કંઈ તમે ઇચ્છો છો કે બીજા લોકો તમારા પ્રત્યે કરે, તેવું તમે પણ તેઓ પ્રત્યે કરો; કેમ કે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોની વાતોનો સાર તે છે.
