મીખાહ ૧:૨
હે સર્વ પ્રજાઓ, સાંભળો. પૃથ્વી તથા તેના પર રહેનારાઓ સર્વ ધ્યાન આપો. પ્રભુ પોતાના પવિત્ર સભાસ્થાનમાંથી, એટલે પ્રભુ યહોવાહ તમારી વિરુદ્ધ સાક્ષી આપે છે.મીખાહ ૧:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Micah 1:2
- Hear, you peoples, all of you! Listen, O earth, and all that is therein. Let the Lord GOD be witness against you, the Lord from his holy temple.
- हिन्दी — मीका १:२
- हे जाति-जाति के सब लोगों, सुनो! हे पृथ्वी तू उस सब समेत जो तुझ में है, ध्यान दे! और प्रभु यहोवा तुम्हारे विरुद्ध, वरन् परमेश्वर अपने पवित्र मन्दिर में से तुम पर साक्षी दे।
સંદર્ભમાં
૧યહૂદિયાના રાજાઓ યોથામ, આહાઝ અને હિઝકિયાના શાસન દરમ્યાન યહોવાહનું વચન મીખાહ મોરાશ્તી પાસે આવ્યું. અને જે તેને સમરુન તથા યરુશાલેમ સંબંધીના સંદર્શનમાં પ્રાપ્ત થયું તે આ છે.
૨હે સર્વ પ્રજાઓ, સાંભળો. પૃથ્વી તથા તેના પર રહેનારાઓ સર્વ ધ્યાન આપો. પ્રભુ પોતાના પવિત્ર સભાસ્થાનમાંથી, એટલે પ્રભુ યહોવાહ તમારી વિરુદ્ધ સાક્ષી આપે છે.
૩જુઓ, યહોવાહ પોતાના સ્થાનમાંથી આવે છે; તે નીચે ઊતરીને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર ચાલે છે.
૪તેમના પગ નીચે, પર્વતો મીણની જેમ ઓગળે છે, અને ઢોળાવવાળી જગ્યા ઉપરથી વહી જતાં પાણીના ધોધની જેમ, ખીણો ફાટી જાય છે.
