મીખાહ ૨:૧૧
જો કોઈ અપ્રામાણિક અને દુરાચારી વ્યક્તિ જૂઠું બોલીને પ્રબોધ કરે કે, “હું કહું છું કે, તમને દ્રાક્ષારસ અને મધ મળશે,” તો તે જ આ લોકોનો પ્રબોધક થશે.મીખાહ ૨:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Micah 2:11
- If a man walking in a spirit of falsehood lies, saying, “I will prophesy to you of wine and of strong drink,” he would be the prophet of this people.
- हिन्दी — मीका २:११
- यदि कोई झूठी आत्मा में चलता हुआ झूठी और व्यर्थ बातें कहे और कहे कि मैं तुम्हें नित्य दाखमधु और मदिरा के लिये प्रचार सुनाता रहूँगा, तो वही इन लोगों का भविष्यद्वक्ता ठहरेगा।
સંદર્ભમાં
૯મારા લોકોની સ્ત્રીઓને તમે તેઓનાં આરામદાયક ઘરોમાંથી કાઢી મૂકો છો; અને તેઓનાં બાળકો પાસેથી મારો આશીર્વાદ તમે સદાને માટે લઈ લો છો.
૧૦ઊઠો, ચાલ્યા જાઓ, કેમ કે જ્યાં તમે રહો છો એ તમારું સ્થાન નથી, કેમ કે તેની અશુદ્ધિ; હા ભયંકર વિનાશકારક મલિનતા એ તેનું કારણ છે.
૧૧જો કોઈ અપ્રામાણિક અને દુરાચારી વ્યક્તિ જૂઠું બોલીને પ્રબોધ કરે કે, “હું કહું છું કે, તમને દ્રાક્ષારસ અને મધ મળશે,” તો તે જ આ લોકોનો પ્રબોધક થશે.
૧૨હે યાકૂબ હું નિશ્ચે તારા સર્વ લોકોને ભેગા કરીશ. હું ઇઝરાયલના બચેલાઓને ભેગા કરીશ. હું તેમને વાડાનાં ઘેટાંની જેમ ભેગા કરીશ તથા ગૌચરના ઘેટાંના ટોળાંની જેમ તેઓ લોકોના ટોળાને લીધે મોટો ઘોંઘાટ કરશે.
૧૩છીંડું પાડનાર તેઓની આગળથી નીકળી ગયો છે. તેઓ ધસારાબંધ દરવાજા સુધી ચાલી જઈને તેમાં થઈને બહાર આવ્યા છે; રાજા તેઓની પહેલાં પસાર થઈ ગયો છે, યહોવાહ તેમના આગેવાન છે.
