મીખાહ ૫:૩
એ માટે જે પ્રસવ વેદનાથી પીડાય છે તેને બાળકો થશે, તે સમયથી યહોવાહ પોતાના લોકોનો ત્યાગ કરશે, પછી તેના બાકી રહેલા ઇઝરાયલ લોકોની પાસે તે પાછા આવશે.મીખાહ ૫:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Micah 5:3
- Therefore he will abandon them until the time that she who is in labor gives birth. Then the rest of his brothers will return to the children of Israel.
- हिन्दी — मीका ५:३
- इस कारण वह उनको उस समय तक त्यागे रहेगा, जब तक जच्चा उत्पन्न न करे; तब इस्राएलियों के पास उसके बचे हुए भाई लौटकर उनसे मिल जाएँगे।
સંદર્ભમાં
૧હે યરુશાલેમ, હવે તું તારા સૈન્ય સહિત એકત્ર થશે. તેણે નગરની આસપાસ ઘેરો ઘાલ્યો છે; તેઓ ઇઝરાયલના ન્યાયાધીશ પર પ્રહાર કરશે, ગાલ પર સોટી વડે મારશે.
૨હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું યહૂદાના કુળો મધ્યે વિસાત વગરનું છે, પણ ઇઝરાયલમાં રાજ કરવા, તારામાંથી એક રાજકર્તા ઉત્પન્ન થશે, તે મારી પાસે આવશે, જેનો પ્રારંભ પ્રાચીન કાળથી, અનંતકાળથી છે.
૩એ માટે જે પ્રસવ વેદનાથી પીડાય છે તેને બાળકો થશે, તે સમયથી યહોવાહ પોતાના લોકોનો ત્યાગ કરશે, પછી તેના બાકી રહેલા ઇઝરાયલ લોકોની પાસે તે પાછા આવશે.
૪યહોવાહના સામર્થ્યથી તથા પોતાના ઈશ્વર યહોવાહના નામના પ્રતાપથી તે પુરુષ ઊભો રહીને પોતાના ટોળાનું પાલન કરશે . તેઓ કાયમ રહેશે, કેમ કે હવે તે પૃથ્વીના છેડા સુધી મોટો ગણાશે.
૫તે આપણી શાંતિ થશે. જ્યારે આશ્શૂરીઓનું સૈન્ય આપણા દેશમાં આવશે, જ્યારે તેઓ આપણા કિલ્લાઓ ઉપર કૂચ કરશે, ત્યારે આપણે તેની વિરુદ્ધ સાત પાળકોને તથા આઠ આગેવાનોને ઊભા કરીશું.
