મીખાહ ૭:૫
કોઈ પડોશીનો વિશ્વાસ કરીશ નહિ, કોઈ મિત્ર ઉપર આધાર રાખીશ નહિ, તું જે બોલે તે વિષે સાવધાન રહે એટલે જે સ્ત્રી તારી સાથે સૂએ છે તેનાથી પણ સંભાળ.મીખાહ ૭:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Micah 7:5
- Don’t trust in a neighbor. Don’t put confidence in a friend. With the woman lying in your embrace, be careful of the words of your mouth!
- हिन्दी — मीका ७:५
- मित्र पर विश्वास मत करो, परम मित्र पर भी भरोसा मत रखो; वरन् अपनी अर्धांगिनी से भी सम्भलकर बोलना।
સંદર્ભમાં
૩તેઓના હાથો નુકસાન કરવામાં ઘણાં કુશળ છે. સરદારો પૈસા માગે છે, ન્યાયાધીશો લાંચ માટે તૈયાર છે, બળવાન માણસ પોતાના મનનો દુષ્ટ ભાવ પ્રગટ કરે છે. તેઓ ભેગા મળીને ષડ્યંત્ર રચે છે.
૪તેઓમાંનો જે શ્રેષ્ઠ છે તે કાંટા ઝાંખરા જેવો છે; જે સૌથી વધારે પ્રામાણિક છે તે કાંટાની વાડ જેવો છે, તારા ચોકીદારે જણાવેલો દિવસ એટલે, તારી શિક્ષાનો દિવસ આવી ગયો છે. હવે તેઓની ગૂંચવણનો દિવસ આવી પહોંચ્યો છે.
૫કોઈ પડોશીનો વિશ્વાસ કરીશ નહિ, કોઈ મિત્ર ઉપર આધાર રાખીશ નહિ, તું જે બોલે તે વિષે સાવધાન રહે એટલે જે સ્ત્રી તારી સાથે સૂએ છે તેનાથી પણ સંભાળ.
૬કેમ કે દીકરો પોતાના પિતાનો આદર કરતો નથી. દીકરી પોતાની માની સામે થાય છે, વહુ પોતાની સાસુની સામે થાય છે; માણસનાં શત્રુઓ તેના પોતાના જ ઘરનાં માણસો છે.
૭પણ હું તો યહોવાહ તરફ જોઈશ, હું મારા ઉદ્ધાર કરનાર ઈશ્વરની રાહ જોઈશ; મારા ઈશ્વર મારું સાંભળશે.
