નાહૂમ ૧:૧૧
હે નિનવે તારામાંથી જે નીકળીને બહાર ગયો, તે યહોવાહની વિરુદ્ધ દુષ્ટ યોજના કરે છે, તે દુષ્ટતા કરવાનું પ્રોત્સાહન આપે છે.નાહૂમ ૧:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nahum 1:11
- One has gone out of you who devises evil against the LORD, who counsels wickedness.
- हिन्दी — नहूम १:११
- तुझ में से एक निकला है, जो यहोवा के विरुद्ध कल्पना करता और नीचता की युक्ति बाँधता है।
સંદર્ભમાં
૯શું તમે યહોવાહની વિરુદ્ધ ષડયંત્ર રચો છો? તે સંપૂર્ણપણે અંત લાવશે; બીજીવાર કશી વિપત્તિ ઊભી થશે નહિ.
૧૦કેમ કે તેઓના હાલ ગૂંચવાયેલા કાંટા જેવા થશે; તેઓ પોતાના મદ્યપાનથી પલળી ગયા હશે; તેઓ સંપૂર્ણપણે સૂકાઘાસની માફક નાશ થઈ જશે.
૧૧હે નિનવે તારામાંથી જે નીકળીને બહાર ગયો, તે યહોવાહની વિરુદ્ધ દુષ્ટ યોજના કરે છે, તે દુષ્ટતા કરવાનું પ્રોત્સાહન આપે છે.
૧૨યહોવાહ આમ કહે છે, “જો કે તેઓ સંપૂર્ણ બળવાન તથા સંખ્યામાં ઘણાં હશે, તેમ છતાં તેઓ કપાઈ જશે; તેમના લોકો પણ રહેશે નહિ. પણ તું, યહૂદા જોકે મેં તને દુઃખી કર્યો છે, તોપણ હવે પછી હું તને દુઃખી નહિ કરું .
૧૩હવે હું તારા પરથી તેની ઝૂંસરી તોડી નાખીશ; હું તારી સાંકળો તોડી નાખીશ.”
