નાહૂમ ૨:૧૨
સિંહ તેના બચ્ચાં માટે શિકારને ફાડીને ટુકડા કરે છે; તે પોતાની સિંહણ માટે શિકારને ગૂંગળાવીને મારી નાખતો, તે પોતાની ગુફા શિકારથી મારી નાખેલાં પ્રાણીઓથી ભરતો હતો.નાહૂમ ૨:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nahum 2:12
- The lion tore in pieces enough for his cubs, and strangled prey for his lionesses, and filled his caves with the kill and his dens with prey.
- हिन्दी — नहूम २:१२
- सिंह तो अपने बच्चों के लिये बहुत आहेर को फाड़ता था, और अपनी सिंहनियों के लिये आहेर का गला घोंट घोंटकर ले जाता था, और अपनी गुफाओं और माँदों को आहेर से भर लेता था।
સંદર્ભમાં
૧૦નિનવે નગર ઉજ્જડ અને ખાલી થઈ ગયું છે. હૃદય પીગળી જાય છે, ઘૂંટણો એકબીજા સાથે અથડાય છે, દરેક જણનાં શરીરને પીડા થાય છે; દરેકના ચહેરા નિસ્તેજ થઈ ગયા છે.
૧૧જ્યાં સિંહ તથા સિંહણ તેઓનાં બચ્ચા સાથે ફરતાં હતાં અને તેઓને બીવડાવનાર કોઈ ન હતું અને જે જગ્યાએ જુવાન સિંહના બચ્ચાં ભક્ષ કરતાં હતાં તે સિંહની ગુફા ક્યાં છે?
૧૨સિંહ તેના બચ્ચાં માટે શિકારને ફાડીને ટુકડા કરે છે; તે પોતાની સિંહણ માટે શિકારને ગૂંગળાવીને મારી નાખતો, તે પોતાની ગુફા શિકારથી મારી નાખેલાં પ્રાણીઓથી ભરતો હતો.
૧૩સૈન્યોના યહોવાહ કહે છે; “જો, હું તારી વિરુદ્ધ છું.” “હું તારા રથ બાળીને ભસ્મ કરી નાખીશ, તલવાર તારાં બચ્ચાઓનો સંહાર કરશે. હું પૃથ્વી પરથી તારા શિકારનો નાશ કરીશ, તારા સંદેશાવાહકનો અવાજ ફરી કદી સંભળાશે નહિ .”
