નાહૂમ ૩:૯
કૂશ તથા મિસર તેનું બળ હતું, અને તે અનંત હતું; પૂટ તથા લૂબીઓ તારા સાથીદારો હતા.નાહૂમ ૩:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nahum 3:9
- Cush and Egypt were her boundless strength. Put and Libya were her helpers.
- हिन्दी — नहूम ३:९
- कूश और मिस्री उसको अनगिनत बल देते थे, पूत और लूबी तेरे सहायक थे।
સંદર્ભમાં
૭ત્યારે એવું થશે કે જે લોકો તને જોશે તેઓ તારી પાસેથી નાસી જશે અને કહેશે, ‘નિનવેનો નાશ થયો છે; કોણ તેના માટે વિલાપ કરશે?’ તને આશ્વાસન આપનારને હું ક્યાં શોધું?”
૮નિનવે , શું તું નોનો કરતાં પણ ઉત્તમ છે, જે નીલ નદીને કિનારે બાંધેલું હતું, જેની આસપાસ પાણી હતું, સમુદ્ર તેનો કિલ્લો હતો અને પાણી તેનો કોટ હતો?
૯કૂશ તથા મિસર તેનું બળ હતું, અને તે અનંત હતું; પૂટ તથા લૂબીઓ તારા સાથીદારો હતા.
૧૦તેમ છતાં તેનું અપહરણ થયું; તે ગુલામગીરીમાં ગઈ; શેરીની ભાગળમાં તેનાં બાળકોને મારીને ટુકડા કરવામાં આવ્યા, તેના માનવંતા માણસો માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવી, તેના બધા માણસોને સાંકળોથી બાંધવામાં આવ્યા.
૧૧હે નિનવે, તું પણ નશાથી ચકચૂર બનશે; તું પોતાને છુપાવશે; તું પણ શત્રુને લીધે આશ્રયસ્થાન શોધશે.
