નહેમ્યા ૧૦:૨૮
બાકીના લોકો, યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગાનારાઓ, ભક્તિસ્થાનના સેવકો અને તે દરેક જેઓ ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે પડોશી દેશોથી અલગ થયા હતા તે સર્વ તેમ જ તેઓની પત્નીઓ, તેઓના પુત્રો અને પુત્રીઓ તેઓ સર્વ પાસે જ્ઞાન અને સમજણ હતાં.નહેમ્યા ૧૦:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 10:28
- The rest of the people, the priests, the Levites, the gatekeepers, the singers, the temple servants, and all those who had separated themselves from the peoples of the lands to the law of God, their wives, their sons, and their daughters—everyone who had knowledge and understanding—
- हिन्दी — नहेम्याह १०:२८
- शेष लोग अर्थात् याजक, लेवीय, द्वारपाल, गवैये और नतीन लोग, और जितने परमेश्वर की व्यवस्था मानने के लिये देश-देश के लोगों से अलग हुए थे, उन सभी ने अपनी स्त्रियों और उन बेटे-बेटियों समेत जो समझनेवाले थे,
સંદર્ભમાં
૨૬અહિયા, હાનાન, આનાન,
૨૭માલ્લૂખ, હારીમ તથા બાનાહ.
૨૮બાકીના લોકો, યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગાનારાઓ, ભક્તિસ્થાનના સેવકો અને તે દરેક જેઓ ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે પડોશી દેશોથી અલગ થયા હતા તે સર્વ તેમ જ તેઓની પત્નીઓ, તેઓના પુત્રો અને પુત્રીઓ તેઓ સર્વ પાસે જ્ઞાન અને સમજણ હતાં.
૨૯તેઓ પોતાના ભાઈઓને અને ઉમરાવોને વળગી રહ્યા, તેઓએ શાપનો સ્વીકાર કર્યો અને સાથે મળીને ઈશ્વરના નિયમ પ્રમાણે ચાલવાની પ્રતિજ્ઞા લીધી કે, ઈશ્વરના સેવક મૂસા મારફતે અપાયેલા ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે અમે યહોવાહ અમારા ઈશ્વરની આજ્ઞા, નિયમો અને વિધિઓનું પાલન કરીશું.
૩૦અમે વચન આપીએ છીએ કે, અમારી પુત્રીઓના લગ્ન દેશના અન્ય લોકો સાથે કરીશું નહિ અને અમારા પુત્રોનાં લગ્ન તેઓની પુત્રીઓ સાથે કરાવીશું નહિ.
