નહેમ્યા ૧૦:૩૫
અમે પ્રતિવર્ષ, અમારા ખેતરની પ્રથમ પેદાશ અને દરેક વૃક્ષના પ્રથમ ફળો યહોવાહનાં ભક્તિસ્થાનમાં લાવવા માટે પણ વચન આપ્યાં.નહેમ્યા ૧૦:૩૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 10:35
- and to bring the first fruits of our ground and the first fruits of all fruit of all kinds of trees, year by year, to the LORD’s house;
- हिन्दी — नहेम्याह १०:३५
- हम अपनी-अपनी भूमि की पहली उपज और सब भाँति के वृक्षों के पहले फल प्रतिवर्ष यहोवा के भवन में ले आएँगे।
સંદર્ભમાં
૩૩વળી અર્પણ કરવાની પવિત્ર રોટલીને માટે, નિત્યના ખાદ્યાર્પણને માટે, વિશ્રામવારનાં દહનીયાર્પણો માટે, ચંદ્રદર્શનના પર્વ માટે, ઠરાવેલાં પર્વો માટે, પવિત્ર કાર્યોને માટે તથા ઇઝરાયલના માટે પ્રાયશ્ચિત કરવાને માટે પાપાર્થાર્પણોને માટે અને ઈશ્વરના ભક્તિસ્થાનના સર્વ કાર્યોને માટે આપવાનો નિયમ તેઓએ ઠરાવ્યો.
૩૪નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારા ઈશ્વર યહોવાહની વેદી પર બાળવા માટે, અમારા પિતૃઓનાં કુટુંબો પ્રમાણે પ્રતિવર્ષ ઠરાવેલા ચોક્કસ સમયે અમારા ઈશ્વરના ભક્તિસ્થાનમાં લાકડાંઓના અર્પણો લાવવા માટે, અમે એટલે યાજકોએ, લેવીઓએ તથા લોકોએ વચનો આપ્યાં.
૩૫અમે પ્રતિવર્ષ, અમારા ખેતરની પ્રથમ પેદાશ અને દરેક વૃક્ષના પ્રથમ ફળો યહોવાહનાં ભક્તિસ્થાનમાં લાવવા માટે પણ વચન આપ્યાં.
૩૬નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારા પુત્રોમાંના પ્રથમજનિત, જાનવરો તથા ઘેટાંબકરાંનાં પ્રથમજનિતને અમારા યહોવાહનાં ભક્તિસ્થાનમાં યાજકો પાસે લાવવાનાં વચનો આપ્યાં.
૩૭અમારા બાંધેલા લોટનો પ્રથમ હિસ્સો તથા અર્પણો, દરેક વૃક્ષનાં ફળો, દ્રાક્ષારસ અને તેલ યાજકો માટે ઈશ્વરના ભક્તિસ્થાનનાં ભંડારમાં લાવીશું. વળી અમારી જમીનની ઊપજનો દસમો ભાગ અમે લેવીઓ પાસે લાવીશું. કારણ કે લેવીઓ અમારી ખેતીના સર્વ નગરોમાંથી દશાંશો લે છે.
