નહેમ્યા ૧૧:૨
યરુશાલેમમાં રહેવા માટે જે લોકો રાજીખુશીથી આગળ આવ્યા, તે સર્વ માણસોને બાકીના લોકોએ શુભેચ્છા પાઠવી.નહેમ્યા ૧૧:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 11:2
- The people blessed all the men who willingly offered themselves to dwell in Jerusalem.
- हिन्दी — नहेम्याह ११:२
- जिन्होंने अपनी ही इच्छा से यरूशलेम में वास करना चाहा उन सभी को लोगों ने आशीर्वाद दिया।
સંદર્ભમાં
૧લોકોના તમામ આગેવાનો યરુશાલેમમાં વસ્યા અને બાકીના લોકોએ એ માટે ચિઠ્ઠીઓ નાખી કે દર દસમાંથી એક માણસ પવિત્ર નગર યરુશાલેમમાં રહેવા માટે જાય. બાકીના નવ અન્ય નગરોમાં જઈને વસે.
૨યરુશાલેમમાં રહેવા માટે જે લોકો રાજીખુશીથી આગળ આવ્યા, તે સર્વ માણસોને બાકીના લોકોએ શુભેચ્છા પાઠવી.
૩પ્રાંતના જે આગેવાનો યરુશાલેમમાં રહ્યા તેઓ આ છે. ઇઝરાયલના લોકો, યાજકો, લેવીઓ, ભક્તિસ્થાનના સેવકો અને સુલેમાનના ચાકરોના વંશજો યહૂદિયાના નગરોમાં પોતપોતાનાં વતનમાં રહ્યા.
૪યહૂદાના કેટલાક અને બિન્યામીનના કેટલાક વંશજો યરુશાલેમમાં વસ્યા. તેઓ આ છે. યહૂદાના વંશજોમાંના: અથાયા ઉઝિયાનો પુત્ર, ઉઝિયા ઝખાર્યાનો, ઝખાર્યા અમાર્યાનો, અમાર્યા શફાટયાનો, શફાટયા માહલાલેલનો પુત્ર અને માહલાલેલ પેરેસના વંશજોમાંનો એક હતો.
